Home> India
Advertisement
Prev
Next

SDM થપ્પડ કાંડ: અપક્ષ ઉમેદવારે SDMને લાફો માર્યો, ટોંકમાં ભારે બબાલ, 100 ગાડીઓ ફૂંકી મારી, 15 પોલીસકર્મી ઘાયલ

વિધાનસભા પેટાચૂંટણીના અપક્ષ ઉમેદવાર નરેશ મીણાના સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. આરોપ છે કે નરેશ મીણાના સમર્થકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો. આગચંપી થઈ. જવાબમાં પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા અને  લગભગ 100 રાઉન્ડ હવાઈ ફાયર કર્યા. 

SDM થપ્પડ કાંડ: અપક્ષ ઉમેદવારે SDMને લાફો માર્યો, ટોંકમાં ભારે બબાલ, 100 ગાડીઓ ફૂંકી મારી, 15 પોલીસકર્મી ઘાયલ

રાજસ્થાનના ટોંક જિલ્લાના સમરાવતા ગામમાં બુધવારે થયેલી હિંસા બાદ તણાવનો માહોલ છે. ગામમાં મોટા પાયે પોલીસકર્મીઓની તૈનાતી કરાઈ છે. પોલીસની ટીમો ગામ અને આસપાસના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી છે. બુધવારે વિધાનસભા પેટાચૂંટણીના અપક્ષ ઉમેદવાર નરેશ મીણાના સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. આરોપ છે કે નરેશ મીણાના સમર્થકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો. આગચંપી થઈ. જવાબમાં પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા અને  લગભગ 100 રાઉન્ડ હવાઈ ફાયર કર્યા. ભારે મથામણ બાદ આખરે નરેશ મીણાની ધરપકડ કરી લેવાઈ છે. 

fallbacks

15 પોલીસવાળા ઘાયલ
અત્રે જણાવવાનું કે હંગામો થયો દરમિયાન ઉપદ્રવીઓએ બાઈક અને કારમાં આગ લગાવી દીધી હતી. મીડિયા  રિપોર્ટમાં જણાવાયું છે કે લગભગ 100થી વધુ દ્વિચક્કી અને ચારપૈડાવાળા વાહનો બાળી મૂકાયા. પથ્થરમારામાં 15 પોલીસકર્મી ઘાયલ થયા છે. જ્યારે પોલીસે નરેશ મીણાના 60 જેટલા સમર્થકોને અટકાયતમાં લીધા છે. આ મામલે નરેશ મીણા વિરુદ્ધ નગરકોટ પોલીસ સ્ટેશનમાં 4 કેસ દાખલ થયા છે. હિંસાની ઘટનામાં અનેક ગ્રામીણો પણ ઘાયલ થયા છે. 

ટોંકના બબાલ પર સવાલ
ટોંકના સમરાવતા ગામમાં પેદા  થયેલી અરાજકતાવાળી સ્થિતિએ અનેક સવાલ ઊભા કર્યા છે કે આખરે ક્યારે નરેશ મીણાની ધરપકડ થશે. ગત રાતે બબાલમાં 15થી વધુ પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થયા છે. આખરે કોણે પોલીસના હાથ બાંધ્યા છે? પોલીસની પકડમાંથી કેવી રીતે ફરાર થઈ ગયો નરેશ મીણા?

RAS એસોસિએશનની હડતાળની જાહેરાત
બીજી બાજુ RAS એસોસિએશને જાહેરાત કરેલી છે કે નરેશની ધરપકડ ન થાય ત્યાં સુધી આજથી પેન નેટ ડાઉનની હડતાળ રહેશે. ટોંક સમરાવતા ગામમાં તણાવનો મામલો એટલો ગંભીર થઈ ગયો કે ડીઆઈજી અજમેર સહિત પોલીસ અધિકારી મોડી રાતે જ ઘટનાસ્થળે પહોંચી ગયા. ડીઆઈજી અજમેર ઓમપ્રકાશની સાથે અધીક્ષક વિકાસ સાંગવાન પણ સાથે રહ્યા. ટોંક, બુંદી, સવાઈમાધોપુર, ધૌલપુર સહિત અનેક જિલ્લાઓથી વધારાના પોલીસકર્મી પહોંચ્યા. એસટીએફની ટીમો પણ તૈનાત કરાઈ છે. ગામમાં ઠેર ઠેર હથિયારબંધી પોલીસ જવાનો તૈનાત છે. સમરાવતા ગામને છાવણીમાં ફેરવી દેવાયું છે. 

પોલીસે કરી લીધી ધરપકડ, સમર્થકો ભડક્યા
ટોંકમાં એસડીએમને થપ્પડ મારનારા અપક્ષ ઉમેદવાર નરેશ મીણાની પોલીસે આખરે ધરપકડ કરી લીધી છે. ટોંકના એસપી ભારે પોલીસ ફોર્સ સાથે નરેશ મીણાની ધરપકડ કરવા તેના ગામ પહોંચ્યા હતા. જ્યાં મીણા પોતાના સમર્થકો સાથે ધરણા પર બેઠા હતા. જો કે આ દરમિયાન મીણા સરન્ડર કરવાની ના પાડતા રહ્યા અને તેઓ કહેતા હતા કે જ્યાં સુધી તેમની શરત નહીં માનવામાં આવે ત્યાં સુધી તેઓ સરન્ડર નહીં કરે. જો કે પોલીસે પછી મીડિયાની સામે જ નરેશ મીણાની ધરપકડ કરી. 

બીજી બાજુ નરેશ મીણાની ધરપકડના વિરોધમાં ગામમાં ફરી હંગામો થયો. નરેશ મીણાના સમર્થકોએ ખુબ હોબાળો મચાવ્યો. પરંતુ પોલીસે ટીયર ગેસના સેલ છોડીને ભીડને વેરવિખેર કરવાની કોશિશ કરી. 

શું છે મામલો
બુધવારે ટોંકની દેવલી-ઉનિયારા વિધાનસભા વિસ્તારમાં વોટિંગ હતું. આ દરમિયાન અપક્ષ ઉમેદવાર નરેશ મીણાએ બપોરે  લગભગ એક વાગે માલપુરાના SDM અમિત ચૌધરીને થપ્પડ મારી દીધી. મીણાની ત્યાં હાજર પોલીસ અધિકારીઓ સાથે હાથાપાઈ થઈ. નરેશ મીણા પર જબરદસ્તીથી પોલીંગ બુથમાં ઘૂસવાનો આરોપ લાગ્યો. મીણાએ તર્ક આપ્યો કે ગામના લોકોએ ઉપખંડ મુખ્યાલય બદલવાને મુદ્દે વોટિંગનો બહિષ્કાર કર્યો હતો પરંતુ પ્રશાસનિક અધિકારીઓ લોકો પાસે જબરદસ્તથી મતદાન કરાવતા હતા. મે આ વાતનો વિરોધ કર્યો. ત્યરાબાદ બૂથ પર અફરાતફરી મચી. સાડા ત્રણ વાગે ફરીથી મતદાન શરૂ થયું જે સાંજે સાત વાગ્યા સુધી ચાલ્યું. 

આ થપ્પડકાંડ જ આ બબાલનું મૂળ છે. રાજસ્થાન પ્રશાસનિક સેવા અધિકારીઓના સંઘે નરેશ મીણાની ધરપકડની માંગણી કરી છે. જ્યારે મીણાએ પ્રશાસનને પડકાર ફેંકતા ગામમાં જ ધરણા ધર્યા. તેમણે પોતાના સમર્થકોને મોટી સંખ્યામાં લાકડી ડંડા લઈને સમરાવતા ગામમાં ભેગા થવાનું કહ્યું. જેથી કરીને પ્રશાસન પર દબાણ કરી શકાય. ત્યારબાદ પોલીસ જ્યારે નરેશ મીણાને પકડવા ગઈ તો પોલીસ પર જ હુમલો થઈ ગયો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More